મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળી કાર સામે આજથી બે દિવસની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે શહેરના વિવિધ પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. જ્યાંથી નીકળતી બ્લેક ફિલ્મ વાળી કાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પીઆઇ ઘેલા, પીએસઆઈ ડી.બી. ઠક્કર સહિતના અધિકારી તેમજ ટ્રાફિક પોલીસનો સ્ટાફ રોકાયેલ છે.આ ડ્રાઇવ સતત ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલીસની યાદીમાં જણાવાયું છે.