નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટનાટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા નેકનામ અને દહીસરડા ગામ વચ્ચે કાર પલ્ટી મારી રોડ નીચે ઉતરી જતા આ ગોઝારા અકસ્માતમાં મોરબી રહેતા બે સગાભાઈઓના મૃત્યુ નિપજ્યા હતા જયારે કારમાં બેઠેલા બે અન્ય યુવાનોને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે ટંકારાના નેકનામ ગામેથી પડધરી તરફ જઈ રહેલી GJ-03- NF- 6642 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી જતા આ ગોઝારા અકસ્માતમાં મોરબી વિસીપરામાં રહેતા સોયબભાઈ હૈદરભાઈ જેડા અને અલ્તાફભાઈ હૈદરભાઈ જેડાના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.વધુમાં આ અકસ્માતની ઘટનામાં શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ જંજવાળીયાને ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.