મોરબી : મોરબી સિવીલ હોસ્પિટલના જનરલ સર્જન ડો.વિમલ દેત્રોજાએ સાહસભર્યું કામ કર્યું છે. એક જ દિવસમાં બે ઓપરેશન કરી હિંમતભર્યું કાર્ય કર્યું છે. ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન લાખોમાં ખર્ચ થતા હોય છે તેવા ઓપરેશન મોરબી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્કપણે કરી આપવામાં આવે છે. ડો.વિમલ દેત્રોજાએ એક જ દિવસમાં સફળતાપૂર્વક બે ઓપરેશન કાર્ય હતા.ગાંઠ અને પગ એમ એક જ દિવસમાં બે ઓપરેશન કરવામાં આવ્યા હતા.જેનો ખાનગી હોસ્પિટલમાં વધુ ચાર્જ હોય છે. તે સિવીલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા અને અગાઉ પણ અનેક ઓપરેશનો સફળતાપૂર્વક કરી આપવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..