હળવદના ગૌસેવકની ફરિયાદને આધારે બે વિરુદ્ધ ગુન્હો દાખલહળવદ : હળવદ - મોરબી હાઇવે ઉપર ચરડવા નજીક સીએનજી ઓટો રીક્ષામાં ક્રૂરતા પૂર્વક પશુ લઈ જવામાં આવી રહ્યા હોવાની હકીકતના આધારે પોલીસ અને ગૌસેવકોએ એક મહિલા સહિત બે ઇસમને ઝડપી લઈ બે પાડાના જીવ બચાવી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુંન્હો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ - મોરબી હાઇવે ઉપર સીએનજી રીક્ષામાં ક્રૂરતાપૂર્વક બાંધી પશુ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતીને આધારે ગૌસેવકોએ પોલીસની મદદથી આરોપી જયેશ બચુભાઈ સલાટ રહે.સુંદરગઢ અને હસીબેન રૂપાભાઈ સલાટ રહે.કડિયાણા નામના આરોપીઓને ઝડપી લઈ રીક્ષા ચેક કરતા બે પાડા ક્રૂરતા પૂર્વક બાંધેલ હોવાનું જણાતા હળવદના જીવદયા પ્રેમી ભાવેશ ચંદુભાઈ ઠક્કરની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.