વાંકાનેર અને બેડી ગામના બે કૌટુંબિક ભાઈ-બહેનના મોતથી કાળો કલ્પાંત છવાયોમોરબી : રાજકોટ-મોરબી હાઇવે પર ગત મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાળકોના કરુણ મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે પર કાગદડી પાસે ગત મોડી રાત્રીના બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વર્ષના મોક્ષ અને 9 મહિનાની શ્રેયા આ બે બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. મોક્ષ બેડી ગામે રહેતો હતો. જ્યારે શ્રેયા વાંકાનેર ખાતે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને બાળકો કૌટુંબિક ભાઈ બહેન થતા હતા. આ બન્નેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.