શ્રમ અધિકારીએ રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ નોંધાવ્યો ગુન્હોમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ઔદ્યોગિક એકમોમા બાળ શ્રમિકોને કામે રાખી વૈતરું કરાવવામાં આવતું હોવાનું જગજાહેર છે ત્યારે શ્રમ અધિકારી દ્વારા નવા બસસ્ટેન્ડમાં આવેલ લડડું ગોપાલ નામના રેસ્ટોરન્ટમા બે બાળગોપાલ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમીને આધારે કાર્યવાહી કરી બાળ શ્રમિકોને મુક્ત કરાવી અમદાવાદ રહેતા રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શ્રમ અધિકારી એમ.પી.જોશીને મળેલી ફરિયાદને આધારે મોરબીના નવા બસસ્ટેન્ડમા આવેલ લડડું ગોપાલ રેસ્ટોરન્ટ તેમજ અલગ અલગ ચાર સ્ટોલમાં તપાસ કરવામાં આવતા બે બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવતા શ્રમ અધિકારીએ બન્ને બાળ શ્રમિકોને મુક્ત કરાવી હાલમાં અમદાવાદ રહેતા લડડું ગોપાલ રેસ્ટોરન્ટના માલિક મહેશ નારણભાઇ કોઠારી ઉ.54 વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અધિનિયમ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.