બે અલગ અલગ દરોડામાં એક જ સપ્લાયર વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂની એક એક બોટલ સાથે ઝડપી લઈ દારૂની બોટલ વેચનાર એક શખ્સને ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં રે સિરામિક નજીકથી આરોપી જયદેવ ભરતભાઇ સરવાડિયા અને જયંતીભાઈ હીરાભાઈ અબસણીયા નામના બે શખ્સને વિદેશી દારૂની એક એક બોટલ મળી કુલ બે બોટલ કિંમત રૂપિયા 680 સાથે ઝડપી લીધા હતા. બન્ને શખ્સોએ દારૂની આ બોટલ આરોપી જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી દારૂની બોટલ વેચનાર જીતેશ ઉર્ફે જીતોને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.