મોરબી : મોરબી અને હળવદમાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની બોટલો સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ સામે વિદેશી દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૦ ના રોજ હળવદ નજીક ધ્રાંગધ્રા દરવાજા અંદર, રવેચી માતાજીના મઢ પાસે આવેલા આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવિણભાઇ ઉર્ફે બાબુભાઇ બાબરીયા (ઉ.વ.૨૩) ના મકાનમાં પોલીસે દોરડો પાડ્યો હતો.પોલીસે આ મકાનમાંથી વિદેશી દારૂની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૪૨ જેની કુલ કિ.રૂ.૧૨૬૦૦ નો મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી મહેશ બચુભાઇ ₹રહે. રાણેકપર તા .હળવદ) હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.તેમજ બીજા એક બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના વીસી ફાટક પાસે રેલ્વેસ્ટેશન બાજુ રોડ ઉપર આરોપી વિપુલભાઇ અમૃતલાલ ગોરી (ઉ.વ.૩૦ મુળ રહે.હવાઇચોક ભાનુશાળી વાસ તા.જી.જામનગર હાલ રહે.અક્ષરધામ સોસાયટી અરવિંદભાઇ લોહાણાના મકાનમાં નવલખીરોડ મોરબી)ને વિદેશી દારૂ બોટલ નંગ.૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.