મોરબી : મોરબી અને વાંકાનેરના જુના ચંદ્રપુરમા પોલીસે બે અલગ અલગ દરોડામાં બે શખ્સને વિદેશી દારૂ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ નાની કેનાલ પાસેથી આરોપી રમીજખાન નૂરખાભાઈ સિપાઈ રહે.કાલિકા પ્લોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે પકડી પાડ્યો હતો.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે જુના ચંદ્રપુર નજીકથી આરોપી જીતેન્દ્ર મથુરદાસ મોદી રહે.અમરનાથ સોસાયટી, વાંકાનેર વાળાને વિદેશી દારૂની 500 મીલી ભરેલી બોટલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.