મોરબી : મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂની 16 નંગ બોટલો સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પડ્યા હતા. જ્યાંથી પોલીસે વિદેશી દારૂ ૧૬ નંગ બોટલ, કી. રૂ. ૪૮૦૦ તેમજ એકટીવા મળીને કુલ રૂ. ૪૪,૮૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપીઓ કરણ દિલીપભાઈ પીઠડીયા (ઉમર ૨૦, રહે. ખત્રીવાડ, મોરબી) તેમજ તુફેલ અસ્લમભાઇ બાલાણી (ઉ. ૨૧, રહે. ખાટકીવાસ, પખાલી શેરી મોરબી)ની અટકાયત કરી હતી. બંને આરપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.