સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અને શિવમ હોસ્પિટલ પાસેથી બે અલગ અલગ દરોડામાં બે શખ્સને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે વિશિપરા વિસ્તારમાં કેશવાનંદ આશ્રમ પાસેથી આરોપી ઇમરાન ઉર્ફે ઈરાન નૂરમામદ મોવર નામના શખ્સને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 2240 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં આરોપી મુકેશ જેરામભાઈ આંખજા રહે.ઉમા ટાઉનશીપ વાળાને શિવમ હોસ્પિટલ નજીકથી કિંગફિશર બ્રાન્ડ બિયરના 11 ડબલા કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.