વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતનું એફઝેડ બાઈક લઈને પસાર થતા આરોપી મહેશ ધીરુભાઈ વાઘેલા અને આરોપી મુનાભાઈ કરશનભાઇ વાઘેલા રહે. બન્ને ચુપણી વાળાઓને ચેક કરતા બન્નેના કબ્જામાંથી રૂપિયા 10 હજારની કિંમતનો 50 લીટર દેશી દારૂ મળી આવતા કુલ રૂપિયા 60 હજારનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.