વાંકાનેર પોલીસે 53,100નો મુદામાલ કબ્જે કર્યોવાંકાનેર : આઇપીએલ સમાપનની મોસમમાં ક્રિકેટના જુગારે માઝા મૂકી છે ત્યારે વાકાનેર સીટી પોલીસ ટીમે અમરસર ફાટક નજીક દરોડો પાડી વાંકાનેરના બે શખ્સને ક્રિકેટના હારજીતના સોદા કરતા રંગે હાથ ઝડપી લઈ થાનગઢના ચીરકુટ નામના શખ્સને ફરાર જાહેર કર્યો હતો.વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અમરસર ફાટક નજીક આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટ નજીક ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી આરોપી અંકિત શાંતિલાલ નંદાસીયા અને ઉમંગ રામુભાઈ ધરોડીયા રહે.બન્ને વાંકાનેર વાળાને આઇપીએલ ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઈટન અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન રાધે એક્સચેન્જ નામની આઈડી ઉપર સટ્ટો રમતા ઝડપી લીધા હતા.વધુમાં પોલીસે બન્ને આરોપીઓના કબ્જામાંથી ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા 45 હજાર તેમજ રોકડા રૂપિયા 8100 મળી કુલ 53 હજાર 100 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ક્રિકેટ મેચના આ સોદાઓ આરોપી ચિરાગ ઉર્ફે ચીરકુટ વામજા રહે.થાનગઢ વાળા પાસે કરાવતા હોવાનું ખુલતા ચીરકુટને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.