પરશુરામ પોટરી નજીક બી ડિવિઝન પોલીસે 24 ડબલા જપ્ત કર્યા મોરબી : મોરબી શહેરમાં પરશુરામ પોટરી નજીકથી સિટી બી ડિવિઝન પોલીસે સીએનજી ઓટો રિક્ષામાં બિયરના 24 ડબલા સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ રીક્ષા સહિત 52,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સિટી બી ડિવિઝન પોલીસે પરશુરામ પોટરી નજીક શંકાસ્પદ સીએનજી રિક્ષાને અટકાવી તલાશી લેતા ભળીયાદ કાંટા નજીક રહેતા જીતેન્દ્રભાઇ વસંતભાઇ રાઠોડ અને સો ઓરડીમાં રહેતા વસંતભાઇ મોહનભાઇ સોલંકીના કબ્જામાંથી કિંગફીંસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના 24 ડબલા કિંમત રૂપિયા 2400 મળી આવતા પોલીસે 50 હજારની રીક્ષા સહિત કુલ 52,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..