એલસીબીએ રેઇડ કરીને રૂ.20900 નો મુદામાલ કબ્જે કર્યો, એકનું નામ ખુલ્યું મોરબી : મોરબી એલસીબી સ્ટાફે આજે બાતમીના આધારે શહેરના સ્ટેશન રોડ ઉપર જુગારની રેઇડ કરીને વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂ.20900 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં જુગારની બદી નાબૂદ કરવા એસપીની સૂચનાને પગલે એલસીબી સ્ટાફ પ્રયત્નશીલ હતો. તે દરમિયાન એલસીબી સ્ટાફના સંજયભાઈ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ આજે મોરબીના સ્ટેશન રોડ ઉપર સુપર ટોકીઝ પાસે દોરડો પાડ્યો હતા. આ સ્થળે પોલીસે જાહેરમાં મોબાઈલ ફોનમાં અન્ય ગ્રાહકો સાથે વાતચીત કરી વરલી ફિચરનો જુગાર રમતા બે આરોપીઓ મનસુખભાઇ દેવકરણભાઈ ખાંધર (ઉ.વ.37, રહે મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી), વિક્રમભાઈ રમેશભાઈ પરસાડીયા (ઉ.વ.30, રહે મોરબી વાવડી રોડ, જનકનગર સોસાયટી) રૂ.10,000 રોકડા તેમજ બે મોબાઈલ સહિત કુલ રૂ.20,900ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ વરલી ફિચરના જુગારમાં રાજકોટના કરણપરામાં રહેતા મનોજ ભગતનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..