હળવદના સુસવાવ ગામે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં મચી ભાગદોડ હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે પોલીસ દ્વારા નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા હતા જયારે પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા. ગઈકાલે તા. 13ના રોજ સુસવાવ ગામે બ્રામણી નદીના કાંઠે પ્રતાપભાઇ ઘેલુભાઇ ચૌહાણ, વિનુભાઇ બાબુભાઇ રાઠોડ, રવજીભાઇ હમીરભાઇ રાઠોડ, બાબુભાઇ મુળજીભાઇ રાઠોડ, જગદીશભાઇ હમીરભાઇ રાઠોડ, જીગાભાઇ ખોડાભાઇ ડાભી તથા લાલાભાઇ મગનભાઇ જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે રેઇડ પાડતા આરોપીઓ પ્રતાપભાઇ અને વિનુભાઇ પકડાઈ ગયા હતા. તેમજ અન્ય પાંચ આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,300 જપ્ત કર્યા છે. અને બંને આરપીઓની અટકાયત કરી છે. તેમજ પોલીસે તમામ આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.