નવા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કાર અને કેશ વાહનમાં વ્યાપક નુકશાન મોરબી : મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરાયેલા વાહન પાસે કચરો સળગાવવામાં આવતા બે કારમાં આગ લાગી હતી. જો કે આગ સમયસર બુઝાવવામાં આવતા મોટી નુકશાની અટકી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડ નજીક પાર્કિંગમાં પડેલી કાર નજીક જ કોઈએ કચરો સળગાવતા ધીમે ધીમે આગ કાર સુધી પહોંચી હતી અને કારમાં જોરદાર આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં પડેલ અન્ય કેશ વાહનમાં પણ આગની જ્વાળા પહોંચી જતા કેસ વાહનના ટાયર પણ સળગી ગયા હતા. જો કે નવા બસસ્ટેન્ડમાં હાલમાં બાંધકામ ચાલુ હોય ત્યાંથી પાણીનો મારો ચલાવવામાં આવતા આગ બુઝાઈ હતી અને આ ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી.