હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બે સગા ભાઈઓને દારૂ, આથો અને દારૂ ગાળવાના સાધનો સહિત ઝડપી લીધા હતા. હળવદ પોલીસે બાતમીને આધારે ચુપણી ગામે પાવર હાઉસ નજીક રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ધીરુભાઇ કેશુભાઇ વાજેલીયા અને બાબુભાઇ કેશુભાઇ વાજેલીયાને ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, ભઠ્ઠીના સાધનો, પાટલી, નળી તથા દેશી દારૂ આશરે લીટર-150 સહિત કુલ 7100નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.