મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે બનેલ બનાવ મોરબી : મોરબીના નવલખી બંદરે ક્રેઇન ચલાવવાનું કામ કરતા બે સગાભાઈઓના ઘેર જઈ ચાર શખ્સોએ અમારી ક્રેઇન કેમ ચલાવવા આવતા નથી કહી માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝીંઝુડા ગામે રહેતા ઇમરાનભાઈ નૂરમામદભાઈ નોબે તેમજ તેમના ભાઈ અકરમભાઈ પોતાના ઘેર હતા ત્યારે આરોપી જાવેદબાપુ, સાદીકબાપુ, બચુ બાપુ અને અજરૂદિનબાપુ તેમના ઘેર આવ્યા હતા અને કહ્યું હતું કે નવલખી બંદરે અમારી ક્રેઇનમાં કેમ કામ નથી કરતા જેથી અકરમભાઈએ કહ્યું હતું કે અમને જે રોકડો પગાર આપે ત્યાં અમે કામ કરી એ... આવું કહેતા જ ચારેય ઈસમોએ બન્ને ભાઈઓને લોખંડના પાઇપ વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.