મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નગર દરવાજા નજીક મતવા ચોકના ખૂણા પાસે શંકાસ્પદ રીતે રેઢી હાલતમાં પડેલા જીજે - 36 - એડી - 1100 નંબરના એક્ટિવા મોટર સાયકલને ચેક કરતા એક્ટિવામાંથી વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 240 મળી આવતા મોટર સાયકલ નંબરના આધારે એક્ટિવા ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 50 હજારની કિંમતનું એક્ટિવા કબ્જે કર્યું હતું.