હળવદ : હળવદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા. હળવદમાં સેવાભાવી સંસ્થાઓ અને વન્ય વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.ઉત્તરાયણના દિવસે હળવદના ઘુડખર અભ્યારણ્ય વન્ય રેન્જની કચેરીએ પાંચ ઈજાગ્રસ્ત પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. સાથે જ હળવદમાં ચાલતા અજુભાઈ ઠાકોરના છોટાકાશી સેવા ગ્રુપ દ્વારા પણ 6 કબુતર અને એક બગલાની સારવાર કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ બે પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી છે. જેમાં પતંગની દોરી વાગવાથી બે બગલાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.