મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયાથી બહાદુરગઢ ગામના પાટિયા તરફ જતા માર્ગ ઉપર જીજે - 03 - એનપી - 1545 નંબરના અર્ટિગા કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા સોખડા ગામના રહેવાસી રવિ રાજેશભાઇ વિરાણી અને મનોજ જેરામભાઈ પાડલિયાને ઠોકર મારી હડફેટે લેતા બન્ને યુવાનોને ઇજા પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અર્ટિગા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.