કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ચોકડી નજીક ઘટના મોરબી : મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાર્દુલ્કા ગામની ચોકડી પાસે કાળમુખા ડમ્પર ચાલકે અચાનક જ ડમ્પરને વળાંક વાળી લેતા બાઇકમાં જઈ રહેલા બે વ્યક્તિઓને ઇજા પહોંચાડી નાસી છુટતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાર્દુલ્કા ગામ ચોકડી પાસે પલ્સર મોટરસાયકલ લઈને જઈ રહેલા અસલમભાઇ તાજમહમદભાઇ તથા ઇનુશભાઇને ડમ્પર રજીસ્ટ્રેશન નંબર GJ-02 -ZZ- 7541ના ચાલકે બે ફિકરાઈથી પોતાનું ડમ્પર ચલાવી અચાનક વળાંક વાળી લેતા અસલમભાઈને પગમાં ફ્રેક્ચર, કિડનીમાં ઇજા પહોંચવાની સાથે કાનના પડદામાં ઈજાઓ પહોંચી હતી જ્યારે ઈનુસભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગત તા.14ના રોજ થયેલા અકસ્માત અંગે મોરબી ફૂલછાબ કોલોનીમાં રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંઘવાણીએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ MV ACT કલમ-૧૭૭, ૧૮૪ ૧૩૪ મુજબ ગુન્હો દાખલ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..