મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇકસવાર બે શખ્સો વ્હીસ્કીની બોટલો સાથે પકડાયા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળ સી.એન.જી પંપ પાસેથી હસનભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ. 27) તથા મુસ્તુફા ઉર્ફે મુસ્તાકભાઇ ઓસમાણભાઇ સોલંકી (ઉ.વ. 22) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં-GJ-36-C-7756 પર વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કુલ બોટલો નંગ 35, કીંમત રૂ. 13,125 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને મોટર સાઇકલ મળી કુલ મુદામાલ કી.રૂ. 28,125નો કબ્જે કર્યો છે. અને બંને આરોપીઓની અટકાયત કરી છે.