સીટી બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 1.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કર્મચારી સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બે આરોપીઓને રૂપિયા 1.10લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલી કર્મચારી સોસાયટીમાં ઉમા ગેરેજ પાસે રહેતા આરોપી નાદીમ યુનુશભાઇ પલેજા અને યુનુશભાઇ અલીભાઇ પલેજા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ - બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બન્ને આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ- 268 તેમજ બિયર ટીન નંગ 48 સહીત કુલ મળી રૂપિયા 1,10,010ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.