મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજન મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણનગરમા કુળદેવી પાન પાસેથી રૂપેશ ધનજીભાઈ લાલુકિયા ઉ.વ. ૨૮ને વિદેશી દારૂ બોટલ નંગ ૪ કિંમત રૂ. ૧૨૦૦ સાથે પકડી પાડ્યો હતો. આ સાથે અન્ય એક શખ્સ જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈનું નામ ખુલતા બી ડિવિઝન પોલીસે તેમની સામે પણ ગુનો નોંધીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં બી ડિવિઝન પોલીસે ઘુંટુ રોડ ટાવર વાળી શેરીના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૪ કિંમત રૂ. ૬૦૦ સાથે બાઇક ઉપર જતા સાગર રાજેશભાઇ અંગેચણીયા ઉ.વ. ૨૦ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.