મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ પર સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીજે - 07 - બીએસ - 9613 નંબરના બાઈક પર પસાર થતા આરોપી રેન્ચોરાય જલકુરામ રાય રહે.શક્ત શનાળા મૂળ રહે.હરિયાણા અને આરોપી ચંદન કનૈયાલાલ ચૌધરી રહે.હાલ શક્ત શનાળા મૂળ રહે.વેસ્ટ બંગાલ વાળાને અટકાવી ચેક કરતા આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 360 મળી આવતા પોલીસે 30 હજારના બાઈક સહિત કુલ રૂ.30,360નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.