મોરબી : મોરબી નજીક રાજપર રોડ પર તેમજ લાલપર ગામની સીમમાં પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂની એક - એક બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી એકટીવા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રાજપર રોડ પર રાધે હાર્ડવેર સામેથી જીજે - 36 - એજી - 5574 નંબરના એક્ટિવા પર નીકળેલા આરોપી સાવન અજયભાઈ ગૌસ્વામી રહે.નાની વાવડી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 તેમજ રૂ.30 હજારના એક્ટિવા સહિત રૂ.31 હજારના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં ઓરસન ઝોન એપાર્ટમેન્ટ પાસેથી આરોપી રફીક મામદભાઈ ચાનીયા રહે.સો ઓરડી મોરબી વાળાને વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.