ક્રાઇમબ્રાન્ચ ટીમે અલગ અલગ બે દરોડા પાડ્યામોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બે અલગ અલગ દરોડામાં રંગપર નજીકથી દેશી દારૂ સાથે તેમજ સિરામિક સીટી નજીકથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં ક્રાઇમબ્રાન્ચની ટીમે રંગપર નજીક હરિપ્રકાશ કોમ્પ્લેક્સમાં દરોડો પાડી દુકાન નંબર 5માંથી આરોપી અનવર હાજીભાઈ માલાણી રહે.કાંતિનગર, મોરબી વાળાને 120 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 24,000 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર સિરામિક સીટી પાસે દરોડો પાડી આરોપી હિરેન સેતલકુમાર યાદવ રહે.સિરામિક સીટી વાળાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 8880 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.