મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા રહે.સદગુરુ સોસાયટી, રવાપર રોડ, મોરબી અને આરોપી અભિષેક ઉર્ફે અભી પ્રવીણભાઈ સંઘાણી રહે.મારુતિ એપાર્ટમેન્ટ, પ્રમુખ રેસિડેન્સી,રવાપર રોડ મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછતાછમાં દારૂની આ બોટલ કોઈ હીરો નામના વ્યક્તિ પાસેથી મેળવી હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.