વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામની સીમમાં વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસેથી તાલુકા પોલીસે 400 લીટર દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનારના નામ ખોલાવી ચાર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નજીકથી જીજે - 03 - એચકે - 1024 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી રમેશ ઉર્ફે અટી ભીખાભાઇ બોહકીયા અને આરોપી પ્રવીણ દેવાભાઈ ઉઘરેજા રહે.બન્ને ધારા ડુંગરી તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80 હજાર મળી આવતા 2 લાખની કિંમતની ઇકો કાર સહિત 2.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો મોરબીના ત્રાજપરમા રહેતા આરોપી નરેશ પરસોત્તમભાઈ કોળીએ મંગાવ્યો હોવાનું અને આરોપી રવિ ભુદરભાઈ કોળી રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાએ મોકલ્યો હોવાનું કબુલતા ચારેય વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.