પોલીસે વિદેશી દારૂની 197 બોટલ સહિત 2,01,925નો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : માળીયા મિયાણા પોલીસે નવા વર્ષમા વિદેશી દારૂની બદી સામે અસરકારક કામગીરી કરી બાતમીને આધારે વોચ ગોઠવી માળીયા - કચ્છ હાઈવે પર વાગડીયા ઝાપા પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સને ઝડપી લઈ એક શખ્સનું નામ ખોલાવી ગણનાપાત્ર કેસ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે કચ્છ - પીપળીયા ચાર રસ્તા તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી વાગડીયા ઝાપા પાસેથી પસાર થતી જીજે - 08 - બીબી - 7130 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા આરોપી કિશન આયદાનભાઈ ખાદા અને આરોપી સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા રહે. બન્ને વવાણીયા ગામ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 197 બોટલ કિંમત રૂપિયા 76,925 મળી આવતા પોલીસે 1.20 લાખ રૂપિયાની ઇકો કાર તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 2,01,925નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂના આ ધંધામાં આરોપી સાધુરામનું નામ ખુલતા માળીયા મિયાણા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.