વાંકાનેર: વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે મેસરીયા ગામની સીમમાં આવેલી ચાંમુડા હોટલ પાસેથી એક સ્વીફ્ટ કારમાંથી ૧૦૫ લિટર દેશી દારૂ સહિત રૂ. ૧.૭૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, GJ-01-RG-3484 નંબરની સફેદ મારુતિ સુઝુકી સ્વીફ્ટ કારમાંથી રૂ. ૨૧,૦૦૦ની કિંમતનો ૧૦૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, રૂ. ૧,૫૦,૦૦૦/- ની કિંમતની કાર સહિત કુલ રૂ. ૧,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બે આરોપી રામકુભાઈ સાદુળભાઈ વિક્રમા (રહે. ડાકવડલા, જી. સુરેન્દ્રનગર) અને મનુભાઈ નરશીભાઈ મકવાણા (રહે. ડાકવડલા, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરવામાં આવી છે.