મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીપળી રોડ ઉપર સિસમ ગ્રેનિટો કારખાના પાસેથી એક્ટિવા મોટર સાયકલમાં દેશી દારૂના જથ્થા સાથે નીકળેલા આરોપી સાગર જગદીશભાઈ પંડ્યા રહે. રણછોડનગર અને સચિન ભરતભાઇ અદગામા રહે.કાલિકા પ્લોટ, મોરબી વાળાને 27 લીટર દેશી દારૂ તેમજ 45 હજારના એક્ટિવા સહિત 50,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વધુમાં બન્ને આરોપીઓએ દેશી દારૂના ધંધામાં આરોપી આરીફશા આલમશા અને તૌફિક ગુલામભાઈ સુમરા રહે.બન્ને વીસીપરા મોરબી વાળાની સંડોવણી કબુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.