મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોખડા ગામે મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી આરોપી ફરદીન સીદીકભાઈ મોવર રહે.કાંતિનગર, મોરબી અને આરોપી હનીફ કાસમભાઈ જેડા રહે.નવાગામ માળીયા વાળાઓને દેશી દારૂ લીટર 40 કિંમત રૂપિયા 8000 તેમજ 200 લીટર આથો કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.