હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ઈંગોરાળાથી મયાપુર જતા રોડ પર વોચ ગોઠવી બે શખ્સોને કારમાં બિયરની હેરફેર કરતા ઝડપી લઈ અલગ અલગ બ્રાન્ડની બિયરના 300 ટીન કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વોચ ગોઠવી ઈંગોરાળા ગામથી મયાપુર જતા રોડ પર નર્મદા કેનાલના નાલા પાસેથી પસાર થતી જીજે - 05 - જેઆર - 0966 નંબરની અલ્ટો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની બિયરના 300 ટીન કિંમત રૂપિયા 63,720 મળી આવતા બે લાખની કાર સહિત 2,63,720નો મુદ્દામાલ કબ્જે કરી બિયરની હેરફેર કરનાર મૂળ છોટાઉદેપુર અને હાલ નવા ઇશનપુર ગામે રહેતા આરોપી સુરેશ કંદુભાઈ રાઠવા અને નવા ઇશનપુરના મહેન્દ્ર ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડિયાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.