વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાતાવીરડા ગામની સીમમાં બે અલગ અલગ દરોડા પાડી બિયરના છ ટીન સાથે બે શખ્સોને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં કેપ્રોન સિરામિક પાસેથી આરોપી વસંત શામજીભાઈ મકવાણા રહે.વિજયનગર મોરબી વાળાને બિયરના 3 ટીન કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં કલર ચોકડી પાસેથી પોલીસે આરોપી હિતેશ જીલાભાઈ ઉકેડીયા રહે.રાતાવીરડા વાળાને પણ ત્રણ બિયરના ટીન કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.