મોરબી: મોરબી ક્રાઈમ બ્રાન્ચે આજે મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેડ દરમિયાન, વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 221 બોટલો (કિંમત ₹77,100) અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 70 ટીન (કિંમત ₹12,600) મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયરનો કુલ ₹89,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વેચાણ કરનાર જોરુભાઈ અજાભાઈ ભાટિયા અને જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.મોરબી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.