તાલુકા પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં લાલપર ગામની સીમ તેમજ ભરતનગર ગામની સીમમાંથી બે આરોપીઓને વિદેશી દારૂની સાત બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે ભરતનગર ગામની સીમમાં બસસ્ટેન્ડ નજીકથી આરોપી ચંદ્રેશ ઉર્ફે સંજુ ગોરધનભાઇ સોલંકી રહે.પીપળી ગામ વાળાને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે લાલપર ગામની સીમમાં આવેલ લોરેન્જો સિરામિક કારખાના પાછળથી આરોપી રવિ વસંતભાઇ સાંચલા રહે.ગ્રીનચોક મોરબી વાળાને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.