મોરબી : સિરામિક ક્લસ્ટર એવા રંગપર - જેતપર સહિતના વિસ્તારમાં બેફામ પણે દેશી - વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમા આવેલ ક્રિકેટ મેદાન પાસે ઝાડીમાં દેશી દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી સુરાભાઈ હીરાભાઈ માથાસૂરિયા અને આરોપી ગુલાબ ઉર્ફે જલાભાઈ વિકુંભાઈ સાડમિયા રહે.હાલ રંગપર ગામની સિમ, મહાવીરસિંહ ઝાલાની વાડીમાં, મૂળ રહે.હીરાસર તા.ચોટીલા, સુરેન્દ્રનગર વાળાઓને 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 70 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.