વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગોકુલનગર વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી રવિ ઉર્ફે કાનો વિજયભાઈ કારીયા રહે.ગોકુલનગર અને આરોપી જગદીશ દિલીપભાઈ બાવળિયા રહે.જીનપરા, વાંકાનેર વાળાઓને રોકડા રૂપિયા 1060 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.