નદીના કાંઠે પોલીસે દરોડો પાડતા ત્રણ આરોપી કપાસના વાવેતરમાં ભાગ્યાટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં નદી કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ આરોપી કપાસના વાવેતરમાં ભાગી ગયા હતા.ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ગઈકાલે બપોરના સમયે રોહિશાળા ગામની સીમમાં ઘોઘમ નદીના કાંઠે દરોડો પાડતા ખેતરમાં જુગાર રમી રહેલા આરોપી રસિક જેઠાભાઇ રૈયાણી રહે.રોહિશાળા અને આરોપી કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા રહે.નેકનામ નામના બે આરોપીઓ ઝડપાઇ ગયા હતા.જ્યારે આરોપી જયેશ નારણભાઇ દલસાણીયા, શક્તિવનભાઈ છગનભાઇ ભોરણીયા અને આરોપી અંકિત ધીરુભાઈ જાદવ રહે.નેકનામ નામના ત્રણ આરોપી કપાસના વાવેતરમાં નાસી ગયા હતા.બનાવ સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 6500 તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર મળી 16,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.