માળીયા : માળીયા પોલીસે ચોરી કરવાના ગુનામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા મોટર સાયકલ ચાલકની તપાસ કરતા તેણે અન્ય શખ્સની મદદથી ચોરી કર્યાનું ખુલતાં પોલીસે બન્નેની ધરપકડ કરી તથા ચોરાઉ મુદ્દામાલ રિકવર કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની માળીયા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો માળીયા પોલીસ મથકમાં અગાઉ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માળીયા પોલીસે તપાસ ચાલવીને શંકાસ્પદ હાલતમાં નીકળેલા જીજે બીએલ 0744 નબરના મોટર સાયકલ નબરની પોકેટ કેપથી પોલીસે ખરાઈ કરતા આ મોટર સાયકલનો મલિક અક્રમભાઈ ઇસ્માઇલભાઈ ચાવડા (ઉ.વ.21 ધંધો ડ્રાઇવર રહે કડીયાણા, ગાંધીધામ-કચ્છ) નું જાણવા મળતા તેની તપાસ કરતા પોતે તથા ગનીભાઈ ઇસ્માઇલભાઈ ચાવડા (ઉ.વ. 26 રહે રહે કડીયાણા ,ગાંધીધામ-કચ્છ) ની સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી, પોલીસે ચોરીમાં ગયેલા રોકડા રૂ. 5 હજાર તથા મોબાઈલ કબ્જે કર્યો હતો. તેમજ આ બન્ને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.