વરિયા મંદિર પાસે અને સોરિસો ચોકડી નજીક પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા.પ્રથમ બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી વરિયા મંદિર પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી કલ્પેશ દિનેશભાઇ મજેઠીયા રહે.સો ઓરડી વાળાને રોકડા રૂપિયા 1100 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સોરિસો ચોકડી પાસેથી આરોપી સુનિલ વજુભાઇ પરમાર રહે.ખોડિયાર પરા, લખધીરપુર વાળાને રોકડા રૂપિયા 280 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.