વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના આરોગ્યનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા રહે.આરોગ્યનગર અને આરોપી કરણ હસુભાઈ લોધા રહે. આરોગ્યનગર વાળાને જાહેરમાં ચકલા પોપટના ચિત્રો પર હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 990 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.