જુના રફાળેશ્વર રોડ પર વરલીના આંકડા લેતા એક ઝડપાયોમોરબી : મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ નજીકથી એ ડિવિઝન પોલીસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સને ઝડપી લેવાની સાથે તાલુકા પોલીસે જુના રફાળેશ્વર રોડ પર જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા એક આરોપીને ઝડપી લઈ બે દરોડામાં રૂપિયા 66,820નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ ગેટની બહાર ચાની લારી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રવિ સવજીભાઈ ખાખરીયા રહે.રણછોડનગર અને આરોપી જાવીદ યુનુસભાઈ ખોખર રહે.સિપાઈ વાસ નામના બન્ને શખ્સને રોકડા રૂપિયા 5500, બે મોબાઈલ તેમજ 60 હજારની કિંમતના એક્ટિવા મોટર સાયકલ સાથે ચલણી નોટ પર નોટ નંબરી રમતા ઝડપી લઈ 66,500ની માલ મતા કબ્જે કરી હતી. જ્યારે બીજા દરોડામાં લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ પરથી મોરબી તાલુકા પોલીસ ટીમે આરોપી ઇરફાન રફીકભાઈ સમાં રહે.સો ઓરડી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 320 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.