વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ ચામુંડા હોટલ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી કાનાભાઈ રાજુભાઇ ચારોલીયા અને જિતેન્દ્રભાઈ રમેશભાઈ તરેટિયા રહે.બન્ને વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 2140 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.