મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અસરફ મુસાભાઈ કચ્ચા રહે.શાંતિવન સ્કૂલ પાસે, સુમરા સોસાયટી મોરબી અને અને વરલીના આંકડા લખાવી રહેલા આરોપી ઇકબાલ મહેબૂબભાઈ મોવર રહે.વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 620 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.