મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ બે દરોડામાં વરલી મટકાના બે જુગારીઓને ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી રોહિત મહેશભાઈ વારેવાડિયા ઉ.21 રહે સો ઓરડી,મોરબી વાળને રોકડા રૂપિયા 1200 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં યમુનાનગર વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલ આરોપી હરેશભાઇ પુરણભાઈ થાવરાણી રહે.લાયન્સ નગર, મોરબી વાળાને રોકડા રૂ.1400 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.