મોરબી : માળીયા મિયાણા તેમજ વાંકાનેર સીટી પોલીસે અલગ અલગ બે દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે મોટી બજારમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અબ્દુલભાઇ હબીબભાઈ જેડાને રોકડા રૂપિયા 510 તેમજ વરલી સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જ્યારે વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ડબલ ચાલી નાકા પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલ આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળિયાને રોકડા રૂપિયા 3250 તેમજ વરલી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.